વૃક્ષ
મૂકીને ગઈ હતી
લીલૂછમ તુજને હું,
ઋુતુ ચક્રે તને શું
કર્યુ પર્ણહીન...!
કુદરતની લીલા
સમજવા બસ
આજ એક જ
ખીલવું ને ખરવું..!
ક્યારેક તું લીલૂ
ક્યારેક તું પીળું ,
ક્યારેક તું પર્ણસભર
ક્યારેક તું પર્ણહીન...!
કદરૂપા થડ પર
શોભા છે અનેરી,
ફૂલોના રંગ અનેકી,
છાય તારી મીઠડી,
કરે શુદ્ધ હવા વહેતી..!
ફળ અનેક અર્પે,
મારા મનને તું સ્પર્શે,
તારી સાથે કરૂ હું
વાત મુજ હૃદય પરે,
જાણે લાગે સુણે સર્વે...!
*વૃક્ષ* તુ મિત્ર મુજ
સિંચન ફરી કરી તુજ,
જીવન અર્પિશ હું
બનશે ફરી ફરી એજ,
*લીલુછમ* મિત્ર મુજ...!
જયશ્રી પટેલ
૨૩/૩/૨૦૨૦