*ધબકાર*
એવાએ મે લોકો જોયા..!
અચાનક આવી નોટબંધી,
ત્યારે પત્નીની હજારોની
બચતને નકામી “*ઠસ્સી* કહી,
એવાએ લોકો જોયા..!
અરે અચાનક આવી
કોરોનાની સવારીને,
ત્યારે પત્નીની હજારોની
બચતના *ઓવારણા* લીધા,
એવાએ લોકો જોયા...!
અરે અચાનક આવી છીંક
માન્યા પોતાના તે આઘા ખસ્યા,
ત્યારે પત્નીની દુઆ *ખમ્મા* સુણી
હૃદયના *ધબકાર* જાણ્યા,
એવાએ લોકો જોયા..!
જયશ્રી પટેલ
૨૪/૩/૨૦૨૦