ખોટેખોટું બહાર ભટકવું રહેવા દો તમે,
વાત સાવ સાચી આજ કહેવા દો તમે,
પરિવારની રક્ષા કાજ રહી લો ઘરમાં,
નહિ તો પીડા અંગતને સહેવા દો તમે,
ચેતવણી સમજો ઈશ્વરની આખરી આ,
ચેનનો શ્વાસ સમગ્ર વિશ્વને લેવા દો તમે.
કરશો એવું પામશો છે નિયમ કુદરતનો,
નિયમ ભંગ કરીને 'મોત'ને ન હવા દો તમે.
કુસુમ કુંડારિયા,
#ભટકવું