સળગતા શૂન્ય ની શોધમાં,
ભટકી રહ્યો હું, સતત અનંતમાં,
વહેતા ઝરણાથી ધસમસતી નદી સુધી,
બર્ફિલા પહાડથી તપતા રણ સુધી,
ન પામ્યો કશે, ન જીવંત ન દિગવંતમાં,
થાક્યો, હાર્યો, ને બેઠો એકાંતમાં,
નિષ્કર્ષ નિકળ્યો એક જ અંતમાં..
"જે મૂળ શૂન્ય જ છે એ સળગે શાનો?"
શોધ નો જાણે અંત થયો ને...,
મુક્ત થયો હું સ્વયં નિજાનંદમાં.
-Hemin patel.
#ભટકવું