તો ઘણું..
રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ માં તરબોળ થવાના ઘણા અવસર આવ્યાં,
પણ કોરોનાની કટોકટી માં થોડી વધારે બતાવો તો ઘણું.
સાંભળ્યું તો ઘણું આનાં વિશે,
પણ સ્વશિસ્ત અને સ્વનિયંત્રણ દાખવીએ તો ઘણું.
અત્યાર સુધી ભલે નડ્યાં દુનિયાને,
પણ આજે ઘરમાં રહીને પોતાનાં દેશને ન નડીએ તો ઘણું.
વોટ્સએપ પર મેસેજ નાં મહારથી બહુ બન્યાં,
પણ અફવા ને પૂર્ણવિરામ આપીને જાગૃત રહીએ તો ઘણું.
વાહનોનાં કર્કશ અવાજ અને ધૂમાડા હોશેં હોંશે ઝીલ્યા,
પણ કેસરિયો સૂર્યોદય અને પંખીઓનો કલરવને પણ માણો તો ઘણું.
પાપ તો ધોતાં ધોવશે સાહેબ,
આજે વ્યવસ્થિત હાથ ધોઈ નાખો તોય ઘણું.
નેટફ્લિક્સ - એમેઝોન જોઈને ધરાયા હોવ,
તો, પહેલો સગો એ પાડોશી ને 'કેમ છો ' પૂછો તો ઘણું.
ઓફિસના ઇમેઇલ્સ કે મેસેજ તો વાંચતા વંચાશે મિત્ર,
આજે પુસ્તકો પણ વાંચી લે તો ઘણું.
શેર બજાર ગયું નીચે ને પોર્ટફોલિયો સાચવતાં ઢીલાં ભલે થયાં,
પણ કુટુંબીઓ સાથે હળવાં થઈ, જીંદગી નો પોર્ટફોલિયો સુધારો તો ઘણું.
લખવા માટે તો ઘણું છે,
આ લખ્યું એટલું વાંચો, તો ઘણું.....