નામ: હર્ષા દલવાડી તનુ
શીર્ષક:તમે
આજ મને બહુ ગમો છો તમે
નાજ છે મને ઘણું ગમો છો તમે
યાદ આવી રાતના સપના ની પૂનમે
અજવાળી ચાંદની જેમ હ્ર્દયમાં ઠરો છો તમે
નજરમાં નજર મિલાવી આવ્યા મારા આંગણે
ખરેખર ખૂબ જ મોહક લાગો છો તમે
લાલ રંગના રંગે લખ્યું છે નામ
હાથ ની રેખાઓ મા દેખાઓ છો તમે
સાચે સાચું કહેજો તનુ હવે મને
શુ શ્યામ ના રંગે રંગાયા છો તમે?
હર્ષા દલવાડી તનુ