નામ અને શબ્દ
સામેવાળાના
અભિગમને કેવો બદલે છે...!
એ જોવુ હોય તો ,
કોઈને 'જાનવર' જેવો છે
એવું કહી જોજો...!
પછી
એ જ વાત ફક્ત શબ્દ
બદલીને કહી જોજો....!
સામે વાળાનો આખો અભિગમ બદલાઈ જશે...!
'જાનવર'ને બદલે 'સાવજ'
કહી સંબોધી જોજો...!
પછી,જુવો જાદુ...!
શબ્દની પ્રબળતાનો
પરિચય તરત જ મળી જશે...!
-"ઋત્વિશ્વ"