Gujarati Quote in Motivational by Rutambhara Thakar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પરિવાર સાથે*
👩‍👩‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦
જ્યારે સ્વાસ્થ્ય સારૂ હોય ત્યારે રોજ રવિવાર,
પણ, મંદવાડ આવે ત્યારે તરત યાદ આવે પરિવાર...!
સહજ લાગતો મંદવાડ તો
*પરિવાર સાથે*...!
ઈંટ ને રેતીથી બને મકાન ,પણ
મકાન રહેવાલાયક ઘર બને તો
*પરિવાર સાથે*...!
મકાન વસાવવાનો આનંદ તો ભરપુર,
પણ અવિરત લાગણીઓનું ઘોડાપુર તો,
*પરિવાર સાથે*...!
કમાયેલ રૂપિયો ને મિલ્કત બહુ ગમે,
પણ,ખર્ચવાની મઝા તો કઈં ઓર જ
*પરિવાર સાથે*...!
જોબ પર ,'બોસ ઈઝ ઓલ્વેઝ રાઈટ' ,
પણ ઘરે સંબંધોમાં બધાની હવા 'ટાઈટ', તો
*પરિવાર સાથે*...!
જીંદગીએ મુંગી પાઠશાળા પણ,
જતું કરવાનો કે સહિષ્ણુતાનો ખરો આનંદ તો,
*પરિવાર સાથે*...!
સ્વતંત્રતા ને સ્વછંદતા સૌ ને પ્રિય , પણ
ઉત્સવો ઉજવણીનો ખરો આનંદ તો,
*પરિવાર સાથે*....!
અઘરૂ થઈ પડે બધું સહન કરવું એકલા,
પણ સહનશીલતા
બનતી સરળ ,તો
*પરિવાર સાથે*...!
એકબીજાને આપવાની ભાવના તો હોય સૌ કોઈ માટે,
પણ સંવાદિતાની સુંગંધ તો ,
*પરિવાર સાથે*....!
ગૃહજીવન બને
ધન્ય મંગલ,પણ
ખરો આનંદ પ્રભુ પ્રાર્થનાનો તો ,
*પરિવાર સાથે*...!
પ્રેમનું તો સહુ ને સગપણ,
પણ અમાપ સ્નેહનું નિરૂપણ, તો
*પરિવાર સાથે*....!
દિવસ આખો ભાગાદોડી,
ધમ્મપછાડા,પણ
અસીમ શાંતિ,નિરાંત ને હાશ...! તો
*પરિવાર સાથે*....!
સૌની જીવનયાત્રા રહે અવિરત , પણ
પણ હું લેવા ચાહુ છેલ્લા મારા શ્વાસ, તો
*પરિવાર સાથે* હોય ત્યારે...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
*પરિવાર સાથે સમય વિતાવો એજ છેવટનો વિકલ્પ છે*.

Gujarati Motivational by Rutambhara Thakar : 111370869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now