# સૂર્ય_નમસ્કાર_ભસ્મ_કોરોના
છૂપ્યો ના છુપાય કોરોના
કોઈ ને ના દેખાય કોરોના
શરદી ખાંસી શ્વાસમાં લોચા
ત્યાંથી તું પરખાય કોરોના
હાથ ને મોઢું ધોતાં રહેજો
નહીં તો નક્કી થાય કોરોના
હાથમાં જો કોઈ હાથ પરોવે
પ્રેમ નહી પણ થાય કોરોના
મર્યા પછી 'ય છાથ ના છોડે
નખ્ખોદ ! તારું જાય કોરોના
ઘરનાં ઉંબરે થી બહાર ન જાવું
અનમોલ જીવ બચાવવા
ભાગીદાર થાવું, આજે
સૂર્ય ને પ્રભુ આજે શીશ ઝુકાવે
તારા તેજ થી ભસ્મ કર કોરોના
આ દેશ કદી ડર્યા નથી 'પ્રભુ
કેટલાય આવે ને જાય કોરોના