વિશ્વ કવિતા દિવસ ની શુભકામના
જિંદગી ના
હર રૂપ રંગ માં
મારી સાથે છે
કવિતા.
વલોવાતી જિંદગી
માં માખણ બની
જન્મે છે
કવિતા!
સુખમાં કે દુઃખમાં
હાસ્ય પીરસતી
મારી કવિતા.
કૈંક ચોમાસાં ,વાવાઝોડા
ને ધરતીકંપ આવ્યા
અડીખમ મારી
કવિતા.
મને મઠારે છે
મારી કવિતા અનિલ,
પણ
પૂજા , ભક્તિ સંગ
પ્રભુ દર્શન એટલે
મારી કવિતા