Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એના ઘર ની એક બારી મારા ઘર સામે હતી
ને મારી જે દુનિયા હતી એ મારી નજર સામે હતી

ને એક સરખો ગર્વ બન્ને ને હતો વ્યક્તિનો
એક ઊંડી ખીણ પર્વત ની શીખર સામે હતી

ને રાત્રે ચિન્તા કે સવારે સુર્ય કેવો ઉગશે
ને સવારે સાંજ પડવાની ફીકર સામે હતી

હું વસંતો ને ઉમળકા ભેર વળગી લેત પણ
હાય રે એક વેંત છેટે પાનખર સામે હતી

હું જ અંધારાં ના ડર થી આંખ ન ખોલી શક્યો
એક સળગાતી મીણબત્તી રાતભર સામે હતી

ને મિત્ર ની શત્રુ વચ્ચોવચ 'ખલીલ" ઉભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી

ખલીલ ધનતેજવી

Gujarati Poem by Rinku Panchal : 111369956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now