*બાપનું અભિમાન દિકરી*
સ્નેહનું સરનામુ દિકરી...!
પણ પણ પણ...એ સરનામે રહેવા લાયક ઘર બનાવનાર જ દિકરી...!
સાંજ પડે થાક્યો પાક્યો બાપ ઘરે આવે,
દિકરી,નાની ઢિંગલી દોડતી બારણું ખોલી ..પપ્પાને વળગી પડેને એટલે, ગમે એટલો થાકેલો બાપ, સાવ પીંછા જેટલો હળવોફુલ થઈ જાય ને સમગ્ર બ્રહ્માંડનો અધિષ્ઠાતા હોવાની ધન્યતા અનુભવે...!!
બાપના ચહેરાની વ્યથા વણકહે જાણી જવાની જાદુઈ શક્તિ ફક્ત દિકરીઓને જ હસ્તગત હોય છે...!
એમાય જો દિકરી ભણી ગણીને દેશ દુનિયામાં ડંકો વગાડે તો ,તો ખલ્લાસ...!!!
પપ્પાની સઘળી તપસ્યા ફળીભુત થઇ હોય એવો અહેસાસ થાય,એક અવર્ણનીય આનંદ...!
બાપ જાણે છપ્પનની છાતીનો હોય ને દિકરીના નામે ઓળખાતા અહમ્ ચરમસીમાએ ને આનંદ તો આભ ઉંચેરો...!!!
ગર્વિષ્ઠ બાપમાં જાણે ગર્વનો ઉન્માદ ઉછાળા મારે...!
-ઋતંભરા વિશ્વજીત