Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *શબ્દ*
🥳🥳🥳🥳🥳
છે તાકાત ઘણી શબ્દમાં...!
શબ્દ મારે ,
શબ્દ તારે ,
બોલાયેલ શબ્દ થકી
થતું ય કોઈ વ્હારે...!
શબ્દ દોડાવે, હંફાવે,રડાવે ને હસાવે ય ભારે...!
શબ્દ દે જખ્મ,
લગાવે ય મલમ...!
શબ્દ થકી નિંદા,
શબ્દ થકી પ્રશંસા,
શબ્દ થકી ઊર્મી,
શબ્દ થકી ગર્મી...!
શબ્દ રીઝે તો રાજપાટ અપાવે,
શબ્દ દાઝે તો મહાભારત કરાવે ...!
મારી ઓળખ પણ મારા શબ્દ થકી,
મારાથી રચાઈ કવિતા શબ્દોની રંગોલી થકી ...!
શબ્દ પણ ક્યારેક બને અપલખણાં,
ઉપડે ચળ કલમમાં તો સહેજે ના રહે હખણાં...!
બોલાતા શબ્દો થકી ખોટું પડતુ આંકલન,
જેમકે કારેલા ને ખાંડમાં કોનું છેવટનું શ્રેષ્ઠતમ ચાલચલન...?!
શબ્દ આપતા મૌનને ભાષા...!
શબ્દ પુરતા મડદામાં જાન...!
શબ્દની ભરાતી સભા કાગળ પર,
ત્યારે રચાતી અભિવ્યક્તિ કાગળ પર...!
પણ,પણ,પણ...
બોલાતા કે લખાતા શબ્દોમાં એટલી લહેજત ને ઈજ્જત , કે
જેટલી મસાલા ચામાં ય નથી હોતી...!!!
શબ્દ એ ભાષાની અભિવ્યક્તિનું એક અદ્ભુત માધ્યમ..!!!

ઋતંભરા વિશ્વજીત
*-ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111369882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now