Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પરીક્ષા*
👍🏻🤞🏻👌🏻👎🏻✌🏻
રોજ પરીક્ષા, રોજ પરીક્ષા...!
ડગલે ને પગલે પરીક્ષા...!
હાલતા,ચાલતા,
સુતા ,જાગતા પરીક્ષા...!
ખાતા,પીતા,
હસતા,બોલતા પરીક્ષા...!
ઉઠતા ,બેસતા,
નહાતા,ધોતા પરીક્ષા...!
ભણેલા ,અભણ સૌની થતી પરીક્ષા...!
સ્ત્રી,પુરૂષ
આબાલ,વૃધ્ધ
સૌ દેતા પરીક્ષા...!
મુંગા પ્રાણીથી માંડીને ઝીણામાં ઝીણા જીવમાત્રની થતી પરીક્ષા...!
પરીક્ષા,પરીક્ષા,
પરીક્ષા...!
અત્ર,તત્ર,સર્વત્ર ....!
સામ્રાજ્ય પરીક્ષાનું...!
બ્રહ્માંડમાં કોની નહીં થતી હોય પરીક્ષા...?!
પરીક્ષાથી ડરશો નહી,
શાળાની કે જીવનની...!
બહાદુરીથી કરો સામનો...!
આ કિમીયો છે બડો કામનો...!
પરીક્ષાથી થતી માણસની કસોટી,
એ તો પ્રભુ તણી અદ્રશ્ય સોટી,
પડે ક્યારેક સીધી,
તો પડે ય ખોટી....!
પરીક્ષા એ તો લીસ્સી લખોટી,
કોઈને ભાગે નાટી, તો કોઈને ભાગે મોટી...!
જીવ હોય કે શિવ,
પરીક્ષા રાખતી આગળની નિવ,
ધુંધળું ચિત્ર કરતી
સ્વચ્છ...!
પરીક્ષા.....,
જન્મથી મૃત્યુ
પર્યંન્ત...!
એક અવિનાશી કર્મફલ દાતા...!
જીવનની સાથે,અને
જીવનની પછી પણ...!
એટલે...
અહીનું લઈ,
અહીનું અહી જ આપો...!
ને,
ભવોભવનું દુ:ખ કાપો...!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111369877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now