Gujarati Quote in Motivational by Rutambhara Thakar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધરતીનો ધબકાર હું,
પ્રૃથ્વીનો પ્રાણ હું...!
જડ સાથે મજબુતીથી રહો જોડાયેલા,
સંસ્કારરૂપી મૂળીયાંથી રહો જકડાયેલા...!
સંસ્કારસિંચનથી શકશો ફુલીફાલી,
જીંદગી બનશે, હરીભરી ખીલી ખીલી...!
વધશે જીજીવિશા જીવવાની,
સહુ અનુભવશે 'હાશ' ને લેશે નોંધ તમારી હાજરીની...!
*અપાય એટલુ આપો*
*ભવતરના દુ:ખ કાપો.*
આ વાત સૌ કોઈ મન છાપો...!
આપનારનો હાથ સદૈવ ઉપર...!
એક વાત રાખો ધ્યાન ,
મનમાં બાધો ગૉંઠ.
બધે દુ:ખડા રડો ના,
બધી વાતો સૌને
કરો ના...!
પરીચય આપો લોખંડી મનોબળનો,
રહી અડીખમ, વૃક્ષ સમ તપોબળનો...!
વૃક્ષ શિખવતું સૌને સહેજો વ્યથા,
ગાશો ન સહેજે ય સ્વગાથા...!
ગાતું એક રાગિની,
ધરપત દેતું એક વાતની,
"બાંધી મુઠ્ઠી લાખની
ખુલી ગઈ તો ખાખની" ....!
ધરતીનો ધબકાર હું...!
પ્રૃથ્વિનો પ્રાણ હું...!

-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Motivational by Rutambhara Thakar : 111369869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now