*નવરસ*
😂🥰😭😡😬.
. 😜🤩😊
સ્ત્રીના શરીરમાં લોહી બની વહેતા સહજ નવરસ...!
શૃંગાર,હાસ્ય,કરૂણ,રૌદ્ર,વીર,ભયાનક,બીભત્સ,અદ્ભભુત અને શાંત...!
સ્ત્રીના શરીરની મજ્જા ,એટલે
લાલીત્ય ને લજ્જા..!
એજ એનો શૃંગારરસ..!
સૌને ખુશ રાખવાનો કરતી ડોળ,
સૌ પર કરતી આનંદની છોળ...!
પણ
પોતાની જાતને જ રહેતી છેતરતી પોતાના હાસ્યરસથી..!
કરૂણા પ્રભુએ એના હ્રદયમાં ભરી
ઠાંસી ઠાંસી ,
રૌદ્રતાના પ્રકોપમાં એ બનતી કાલી,ચંડીકા ને ઝાંસી..!
વીરતા દરેક સ્ત્રીનું છુપુ હથિયાર,
સમય સમયે કરતી
એનાથી પ્રહાર...!
ભયાનકતામાં એ બનતી ભુતાવળ,
કેમકે કષ્ટભંજન બનવાની એને
મહાઉતાવળ...!
બિભત્સતાથી રહેતી એ સારી રીતે વાકેફ,
કેમકે
સમાજના નીતિ નિયમનો એને
જ કેફ...!
અહો...!
અદ્ભુત..!
અકળ...!
અવર્ણનીય..!
લીલા તારી,
પ્રભુનું અદકેરૂ
સર્જન નારી...!
રહેતી 'સ્વ'માં
જ લીન,
બની ક્યારેક ગમગીન...!
રહી શાંત માંગતી પોતાના ભાગનું આકાશ,
આ વાત એના માટે એક ઘોંઘાટીયો
આભાસ...!
એથી જ,
નવરસ નારીની નશેનશ,
આથી એને ક્યારેય કરી ન શક્યું વશ...!
નવરસ એની ગળથુંથી,
નારી એની ફળશ્રુતિ...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*