અમારા શહેરમાં એક યુવાન વિદેશથી પાછો આવ્યો. થોડા દિવસ બાદ એને શરદી ઉધરસ થતાં એ ડૉકટર પાસે ગયો. ડોકટરે એને સિવિલમાં જઈ તપાસ કરાવવાની સલાહ આપી. એ યુવાન બીજા દિવસે બીજા ડૉકટર પાસે ગયો. ત્યાં પણ એને સિવિલમાં જવાનું કહેવાયું.
એ છોકરો અમદાવાદ સિવિલમાં દાખલ થયો. એને અલગ રખાયો અને એના રિપોર્ટ પૂનાની લેબમાં મોકલવામાં આવ્યા. કાલે રાત્રે એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો!
અહીંયા એ છોકરો વિદેશથી પાછો આવીને જે જે જગ્યાએ ગયો, જેટલી વ્યક્તિના સંપર્કમાં આવ્યો એ બધાને એણે કોરોનાગ્રસ્ત બનવાનો મોકો આપ્યો. એણે જાણીને આવું નથી કર્યું, એનાથી ભૂલ થઈ એમ આપણે માની લઈએ પણ એણે બિમારી ફેલાવી છે એ હકીકત માનવી જ રહી.
જે લોકોને સહેજ પણ શરદી ઉધરસ જેવું લાગે એ માસ્ક પહેરો જેથી તમારા શરીરમાં રહેલા વાઇરસ બીજે ના ફેલાય. જ્યારે પણ છીંક/ ઉધરસ આવે મોઢા આગળ રૂમાલ કે ટિસ્યુ પેપર રાખો અને એનો યોગ્ય નિકાલ કરો. ડૉકટર પાસે જવાનું ભૂલાય જ નહિ, મને કોરોના નહિ જ હોય સામાન્ય શરદી છે એ માનવું ભૂલભરેલું સાબિત થઈ શકે છે!
યાદ રાખો સાવધાની અને સતર્કતા જ તમને કોરોનાથી બચાવી શકશે. વારંવાર હાથ સાબુથી ધોવા, બીમાર માણસોથી દૂર રહેવું અને જરૂર ના હોય તો બહાર જવાનું ટાળી ઘરમાં રહેવું...આટલું તો આપણે કરી જ શકીએ, બીજાનો નહિ તો આપણો જીવ બચાવવા 😅
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏