ઓ ક્રિશ્ના
બધા મને પૂછે કે
તારા ક્રિશ્ના માં એવું
છે શું?
શું કહું એમને કે
હું શરીર તો મારો
આત્મા ક્રિશ્ના
હું દિલ તો મારી
ધડકન ક્રિશ્ના
મારી નસેનસ માં
ફરતું મારું લોહી
મારો ક્રિશ્ના
મારો તો દિન ક્રિશ્ના
રાત ક્રિશ્ના
મારોઆરંભ ક્રિશ્ના
મારો અંત ક્રિશ્ના
મારે તો અત્ર તત્ર સર્વત્ર
ક્રિશ્ના જ ક્રિશ્ના