#આદર
સિસક્તી,ફફડતી હું સંકોચાઈ,
કોકડું વળી ભય પામતી સ્ત્રી,
અનુભવ થઈ ગયો મને આ દુનિયાનો,
ડૂબી ગયું હતું આંસુમાં નભ આખું,
પલળી ગઈ આસમાની સીમાઓ
ત્યાં આદર સાથે લંબાવ્યો હાથ મારાં હથેળીમાં,
સ્પર્શી ગઈ એની ભીનાશ અને દિલની કુમાશ,
માન તો ખરેખર ખરું છે તારું.