મેં શાળાના દિવસોમાં વાંચેલું .. નસીબ એક બંધ રૂમમાં એક તાળું મારી સુરક્ષિત રીતે સંગ્રહિત થએલું હોય છે.
તમારે એ તાળું ખોલવા માટે સખત પ્રયત્ન કરવો પડે છે.
તમે જેમ જેમ સખત પ્રયત્ન કરો છો, તેમ તેમ નસીબ તે દરવાજાની નજીક આવે છે જેથી તમારા પ્રયત્નો ગમે તેટલા સખત હોય પરંતુ ક્યારેય નિરર્થક ન જાય.
મોટી સિદ્ધિઓ માટે કેરીના પાકવાની જેમ સમય લાગે જ છે.
સચિનની 100 મી સદી, આખરે, ઘણા, ઘણા નર્વસ નાઇન્ટિઝના પછી થયેલી એ યાદ છે?
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.