કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનુ મૂલ્ય કેટલુ આંકવુ?!
કોઈ બે સમાન વસ્તુની કિંમત બે વ્યક્તિ માટે એકસમાન હોઈ શકે પરંતુ મૂલ્ય તો અલગ-અલગ જ હોય.
એમ કેમ!!
કારણ કે મૂલ્ય એ વસ્તુ મેળવવા પાછળ કરવામાં આવેલ સંઘર્ષ પર આધારિત છે.
વસ્તુ મેળવવામાં જેટલી અગવડતા વધારે તેટલુ તેનુ મૂલ્ય વધારે તેવી જ રીતે વસ્તુ મેળવવામાં સગવડતા વધારે તેટલુ મૂલ્ય ઓછું. (એમ એ મફતમાં મળેલી વસ્તુ કે વ્યક્તિની કદર ન હોય.)