🌹
કોરોનાએ ફરજિયાત નવરા કરી દીધા છે, તો એનો સદુપયોગ કરીએ!
ક્યારેક આપણે આવી શાંતિ ઇચ્છતા હોઇએ છીએ, અત્યારે સામે ચાલીને આવી છે! આ શાંતિનો ઉત્સવ મનાવીએ.
કુટુંબના સભ્યો બહુ ફરતા નહીં રહે, નાનો ટપૂડો પણ રજાની મજા ભોગવતો ગોળ ગોળ ભમતો હશે! સૌની હાજરી એટલે નોંતરા વિનાનો તહેવાર!
કોઈને 'પાર્ટી'માં જવાનું નથી, કોઈને સામાજિક પ્રસંગે હાજરી નથી આપવાની અને બહારગામનો સવાલ જ નથી!
વણમાંગ્યું 'વેકેશન'!
સાદું, સરળ જીવન; ના સિનેમા, ના ફોગટના હોટલના ખર્ચા, ના પરાણે પેસાડેલું 'સોશિયલાઇઝેશન'!
કુટુંબમાંથી 'ફ્રી' થાઓ તો 'સ્વ'માં મસ્ત રહો; 'મેડિટેશન', લાં..બી 'વૉક' કે પછી યોગાસનને સમર્પિત થઈ જાઓ.
ઘણા વખતથી 'પેંડિંગ', ગોઠવવાનું બાકી રહેલું કબાટનું નીચલું ખાનું માથે લો, કે તમારી વર્ષોથી રાહ જોતો તમારો શોખ અજમાવી જુઓ.
સાંજે રસોડામાં નવી 'રેસિપી'ની માથાકૂટ ચાલતી હશે ત્યારે તમારે ટપૂડાને ક્રિકેટમાં પ્રવૃત્ત રાખવો પડશે.
વચ્ચે, તમારી અને હિંચકાની વચ્ચે કોઈ ના આવે એવો સમય પણ મળી જ રહેશે;
માત્ર હિંચકાનું 'કિચૂડ' અને વૈયાથી કલબલતું વાંસનું ઝુંડ!
... ને જે પડે વહેલી રાત!
સાદું, સરળ જીવન, 'કોરોના'ની અમૂલ્ય ભેટ ગણી સહર્ષ વધાવી લેજો.
- ડો. તેજસ દોશી
🌹