તારા કાળા લાંબા કેશમાં ગુંથાવાનું મન,
તારી સાગર ઘેરી આંખોમાં ડૂબવાનું મન,
તારા નજુક્સા હોઠોમાંથી નીકળતા બોલ સાંભળવાનું મન,
તારા ગુલાબી ગાલને સહેલાવાનું મન,
તારા નમણા હાથોને પકડીને જીવન સફર ખેડવાનું મન,
તારા પગમાં બની ઝાંઝર રણઝણવાનું મન,
મારા દિલે કર્યો છે ફતવો જાહેર તને ચાહવાનું મન,
મારા દિલે કરી છે ઘોષણા તને ચાહવાનું મન.
નિમિકા.
#ઘોષણા