Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Why india can not get success enough

કેટલાંય ગ્રંથો હોવા છતાં આ કારણથી ભારતમાં થાય છે નૈતિક પતન

ભારતની ભૌગોલિક સ્થિતિનું વિશ્લેષણ કરવાથી સારી ભાખી શકાય તેવું છે કે તે પૂર્વ તરફ નમેલું છે. આથી વાસ્તુવિજ્ઞાન પ્રમાણે આપણો દેશ વિશ્વના તમામ દેશો પર ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યીક અને ફિલોસોફિકલ અસર પાડીને તેમને હંમેશા પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે. ભારતની ઉત્તર બાજુ હિમાલયનાં પર્વતોની ઊંચાઈ છે. ઉત્તરથી આવતાં નદીઓનાં પાણી પૂર્વમાં વહી જાય છે. તેમજ દેશનો ઉત્તર ભાગ નેપાળ અને ભૂટાન કારણે કચાઈ જાય છે. તેથી દેશમાં અનેક પ્રતિભાઓ હોવા છતાંય, તે વિવિધ ક્ષેત્રોમાં જેટલી જોઈએ તેટલો યશ, સમ્માન, આદર અને ખ્યાતિ મેળવી શક્તો નથી. ઉત્તર દિશામાં દોષને કારણે, યશમાં ઘટાડો થાય છે. આ કારણોસર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દેશને યોગ્ય સ્થાન મળ્યું નથી.

ભારતની ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશા, જ્યાં અરુણાચલ પ્રદેશ વાળો ભાગ ઉંચો છે, તેની સાથે પૂર્વમાં જ્યાં ઈમ્ફાલ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલયમાં ઉંચી ટેકરીઓ છે. આ ભૌગોલિક પરિસ્થિતિને લીધે, આપણા દેશમાં ગરીબી, નૈતિક પતન સાથે, આપણા દેશવાસીઓને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઊંચાઇ દેશના વિભાજન માટેનું કારણ બની હતી અને હવે દેશના રાજ્યોના વિભાજન માટેનું કારણ બની રહી છે. ભારતના પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં હિંદ મહાસાગર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર છે. તેના દક્ષિણપૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પાણી જ પાણી છે. તેથી આપણા સ્વતંત્ર ભારત પર અનેક વિદેશીઓએ હુમલાઓ કર્યા છે અને અત્યારે પણ બીજી રીતે કરે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે જગ્યાએ ઈશાન ખૂણો ઉંચો હોય અને નૈઋત્ય નીચો હોય તો નિર્ધનતા અને નૈતિક પતન થાય છે. આ પ્રમાણે ભારતની ભૌગોલિક સ્થિતિનાં સ્થાપત્ય વિશ્લેષણ પરથી સ્પષ્ટ છે, અાપણા દેશમાં સદીઓથી ભ્રષ્ટાચારના હતો અને હંમેશા રહેશે. અનેક કડક કાયદાઓ બનાવવામાં આવે કે નોટબંધી કરાય તો પણ, કોઇ તેમાં ખાસ ફાયદો જણાશે નહીં. તેથી, કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોવાનું અશક્ય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111363958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now