લોકો કહે છે, રહે આનંદ માં,
પણ જોઈને આ દુનિયા ની રીત,
હું શીદ ને રહું આનંદ માં?
પૈસા માટે ભાઈ ભાઈ અને પુત્ર માતાપિતા ને તરછોડે, જોઈ,
હું શીદ ને રહું આનંદ માં?
વૈભવ માટે લૂંટાય પ્રજા, નાહકની થાય છેતરપીંડી, જોઈ,
હું શીદ ને રહું આનંદ માં?
પત્ની અને પ્રેયસી માટે ભૂલાય છે ધર,
છોડી દોસ્તો નો સાથ, અકળાય છે મન,
જોઈ આ અડંબ,
હું શીદ ને રહું આનંદ માં?
વૃધ્ધ માતા પિતા ની ભૂખ અને એકલતા સામે,
ખર્ચતા લખલૂટ પૈસા ની લહાણી, જોઈ,
હું શીદ ને રહું આનંદ માં?
ભૂખે ટળવળતા બાળકો સામે,
એઠવાડ માં નાખતું પ્રસંગ નું ભાણું, જોઈ
હું શીદ ને રહું આનંદ માં?
દારૂ, સિગારેટ ની મહેફિલ સામે વેડફાતા પૈસા,
અને દવાના પૈસા માટે વલખાં મારતા ઓશિયાળા માતા પિતા જોઈ,
હું શીદ ને રહું આનંદ માં?
આ દુનિયા ની દુઃખ, ગરીબી અને ભૂખ ની સામે જોઈ લોકો ની માનસિકતા...
હું શીદ ને રહું આનંદ માં?
#આનંદ
# ડૉ. જીગર