Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ક્રોધ નો પરિવાર.*
~~~~~~~~~~~~~~~
તમને નવાઈ લાગશે પણ ક્રોધનો પરિવાર છે.

* ક્રોધની ઍક બેન છે તેનું નામ ” જીદ ” છે જીદ હમેશા ક્રોધની સાથે જ રહે છે.

* ક્રોધની પત્ની છે ” હિંસા ” જે છુપાયેલી રહે છે પણ ક્યારેક બહાર આવી ખાનાખરાબી કરે છે.

* ક્રોધનો સગો ભાઈ છે અહંકાર.

* ક્રોધનો ” બાપ ” પણ છે જેનાથી તે ડરે છે તેનુ નાંમ છે ” ભય “

* નિંદા અને ચાડી-ચુગલી બે ક્રોધની દીકરીઓ છે, ઍક મોં પાસે રહે છે અને બીજી કાન પાસે રહે છે.

* ક્રોધના દીકરાનુ નામ છે ” વેર-ઝેર ” જે તેને ઍકલો પાડે છે.

* ક્રોધની પુત્રવધૂનું નામ છે : ” ઈર્ષા ” જે તેને આગળ વધવા દેતી નથી.

* ક્રોધની પુત્રી છે ધૃણા જે હમેશા નાકની પાસે રહે છે અને વારંવાર મરડાયા કરે છે.

* ક્રોધની ” મા ” છે છળકપટ, જે આંખોમા રહે છે.

*ક્રોધનો ” મિત્ર ” છે ” સ્વાર્થ ” જે હરામની કમાણી ખાવામા તલપી રહે છે…

ભગવાન સ્વામિનારાયણ કહે છે કે : ક્રોધ સાથે તો અમારે ઘણું વેર છે. ક્રોધી માણસ અમને દીઠો ગમતો નથી...

તો ચાલો હવેથી પ્રતિજ્ઞા કરીએ કે *ક્રોધ* તો નહીં જ કરીએ.
🙏🙏🙏🙏

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111363899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now