"કામ પર નીકળું છું"
ઘરેથી એક હામ ભરી નીકળું છું,
સવારે જ્યારે હું કામ પર નીકળું છું.
.
આંખોમાં એક સપનું લઈને નીકળું છું,
ઘરેથી પ્રભુનું નામ લઈને નીકળું છું.
.
પરસેવો પાડી કામ કરી નીકળું છું,
ખિસ્સામાં થોડા દામ લઇને નીકળું છું.
.
ઘરેથી માંગણીઓનું લિસ્ટ લઇને નીકળું છું,
અંતરમાં ઊંડેરો ઉમંગ ભરી નીકળું છું.
.
આખો દિવસ થાક્યોપાક્યો રહું છું,
વળતા નવી સાંજ લઈને નીકળું છું.
.
તા.14/03/2020. -ભરત રબારી
વાર :- શનિવાર (માંગરોળ, જી.જુનાગઢ)
#કામ