Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મલ્હાર ૬
આગળ


ભગવાને પણ મલ્હાર રાગ છેડ્યો છેને..”
“એ રાત્રે દાદીમા હોસ્પિટલ માં સૂતા હતા,ને રાત્રે બધાનો આભાર માની વર્ષા દાદી ,નરેશ અને મારા
હાથમાં તને મૂકી ક્યાંય સરકી ગઈ.ખૂબ શોધખોળને અંતે પણ તે પાછી ન આવી.” ચીંચીંમાએ પાછળથી ઓરડામાં પ્રવેશ કર્યો ને બોલ્યા.,”મારે માટે તો બેટા તું એક સ્ત્રી હતી,હવે તને મારે મોટી કરવી રહી આ દુનિયામાં ફરી કોઈ રાક્ષસ ફરી મલ્હારને જન્મ આપવા ફરી કોઈ વર્ષાને મજબૂર ન કરે.મે,દાદીમાએ અને નરેશભાઈએ ગંદા લોહીને હરાવવા તારામાં સંસ્કારને ગુણો ને વર્ષાના લોહીને જીતાડવા..જાણે હોડ જ ભરી.
લોકોએ ખૂબ વાતો કરી,વર્ષાને ધોકેબાજ કહી,અસંસ્કારી કહી પણ અમે કોઈ જ ચોખવટ ન કરી
ને સમય જતા વર્ષા ભૂલાય ગઈ.”
અંજુબેન વાતનો દોર પકડતા બોલ્યા,” તારા ખબર અંતર અમે વારંવાર નરેશભાઈને પૂછતા,તને ચિત્રકામ ગમે છે એ જાણ્યા પછી તેઓ એ એક ડરને કારણે પણ તને ચિત્રકામથી દૂર રાખતા.તું ડોક્ટર બને એ એમની મહત્વાકાંક્ષા હતી.તેમના ઉપકારને તેં ખરેખર તેમના સંસ્કારોથી વાળ્યો.તું ડોક્ટર બની,તારા સ્નાતકના દિવસે તેમણે તારો પરિચય પપ્પાજી સાથે કરાવ્યોને વર્ષાની દીકરી જાણી તેમણે તને પોતાની હોસ્પિટલ માં જ રાખી લીધી ને મે મારા ઘરના હૃદયમાં સમાવી લીધી.ત્રણ વરસ પહેલા જ્યારે એક કોન્ફરન્સમાં એમની સાથે હું શ્રીનગર ગઈ ત્યારે વર્ષાનો મેલાપ થયો,મે એને ઓળખી કાઢી તેણે પ્રકૃતિ સાથે દોસ્તી કરી લીધી હતી.તે તેના પ્રોટ્રેટને લીધે શ્રીનગરમાં ખૂબ જાણીતી કલાકાર બની ગઈ.પણ કેન્વાસ પર રંગો ચિતરતી વર્ષાએ ક્યારેય અંગ પર તારા જન્મ પછી રંગીન કપડું પહેર્યું નથી.મે તેને મળ્યા પછી ક્યારેય ફોન કે સંપર્ક કર્યો નહોતો.પણ જે દિવસે અલંકારે તારા માટે *હા*ની મહોર મારી તે રાત્રે મે એને ફોન કર્યો હતો.તેણે વચન માંગ્યું હતું કે તમને બન્નેને
શ્રીનગર મોકલવા નરેશભાઈની મંજુરી થી અમે તમારી ટિકિટ શ્રીનગરની કઢાવી.તે પછી જે થયું તે તું જાણે છે બેટા.હા એક વાત જરૂર કહીશ કે અમે અલંકારને પણ આ વાતથી દૂર જ રાખ્યો હતો.અમને ડર હતો કે કદાચ તે તારો સ્વીકાર ન કરે તો..પણ એક વિશ્વાસ પણ હતો કે અમારા સંસ્કાર એમ...એળે તો નહિજ જાય.”
નરેશભાઈ મલ્હારની આંખોમાં આંસુ જોઈ બોલી ઉઠ્યા ,” મને માફ કરી સકે તો કરી દેજે,છતી મા એ તારા
સ્વપ્નને પૂર્ણ ન કરી શક્યો બેટા,પણ વર્ષાને મે માફ કરી દીધી છે,દાદીમાના કહેવાથી કારણ તેણીએ મને પરી જેવી દીકરી ને અપ્સરા જેવી બેટી આપી હતી,જયાં પિતા નહોતો બની સકવાનો ત્યા મને પિતા..તારા પપ્પા બનવાનો મોકો આપ્યો હતો. જો તારાથી થાય તો માફ કરજે..વહાલી.”

Gujarati Story by Jayshree Patel : 111360129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now