એ રંગો ક્યાંથી લાવવા જેનાથી પહેલા હોળી રમાતી,
એ ઉમંગો ક્યાંથી લાવવા જેનાથી પહેલા ખુશીયો સજાતી,
આજ કાલતો માનવ જ રંગ બદલે છે સાહેબ,
પછી હોળી ધુળેટી ની ખોટ જ કયાંથી વર્તાય ?
એ કલરવ મિઠો કિલોલ ક્યાંથી લાવવો જે ગામના પાદરે સંભળતો,
એ મિત્રો નો સંગ ક્યાથી લાવવો મારે ?
જેની શેરીમાં ગૂંજ સંભળાતી..
રંગબેરંગી રંગોથી રંગે સૌને એ બાળકનુ બાળપણ ક્યાંથી લાવવુ મારે ?
એ બાળપણ ગયુ,જે ફુગ્ગા અને પિચકારી થી રંગાતુ,
એ માહોલ હવે તે શેરીમાં જ દટાયુ..
આજે ધાણી ખજુર ના પળીકાતો પડ્યા છે ઘરમાં,
પણ હળીમળીને ખાય શેરીમાં એ બાળપણ ક્યાંથી લાવવા ?
આજના ભાગદોડના જમાનામાં હોળી શુ ?ધૂળેટી શું,
રોજ રંગ બદલ તો માનવ કોની સાથે હોળી રમે ?
આ હોળી તો રહી બસ દેખાવની જ એ ગેલુડા બાળપણ ની છવી ક્યાથી લાવવી ?
એ ગામડાની શેરી, નગર ,ફરિયું છોડી આજે શહેરમાં વસાવી સુનમુન સોસાયટી,
(સાથે)જોડે રમેં ગામડે તેવો ભેરૂં અહીં સોસાયટીમાં ક્યાંથી લાવવો?
સાહેબ અહી કોઈના ચહેરા પર ના જશો,
કારણ કેતમને તેનુ સ્મિત અને પ્રતિબિબ કંઈક જુદુ જ દેખાશે,
આનું સાચું સ્મિત તો માત્ર નિઃસ્વાર્થ ખીલી ઉઠતું બાળપણ અને બાળક પાસે જ માણી શકાય છે..
બાકી આપણે તો હવે માત્ર કલ્પનાઓમાં જ જીવવાનું રહ્યું...
વાત અહીં પુરી થાય તેમ નથી માત્ર શબ્દોને વિરામ આપું છું..
કલ્પનાઓને વાસ્તવિક રૂપ આપતી છવી...📷