MICROFICTION
વિવિધ રંગોથી ભરેલો ટોપલો લઈ એ ફૂટપાથ પર બેઠી.સવારની સાંજ થઈ.આજે કોઈ ગ્રાહક ન મળતા એની આંખો સામે બાપુજીનો લાલચટ્ટક આંખો વાળો ચહેરો તરવરવા લાગ્યો.પીઠ પાછળ ચાબકાના ઘા હજૂ જીવતા હતા.
એણે ટોપલીમાંના બધા જ રંગો ભેગા કરી પોતાનો ચહેરો,હાથ, પગ રંગી કાઢ્યાં.સામેના પ્લોટમાં ધૂળેટી માણી રહેલી ટોળકી તરફ એણે દોટ મૂકી.
- ધાર્મિક પરમાર