Gujarati Quote in Poem by Jignesh Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ માણસ નથી એ હવે નકાબ છે,
જે કદી ઉઘડે ના એવી બંધ કિતાબ છે.

ભવોભવનું દેવું ચઢ્યું છે આજે એનાં માથે ,
ના ખબર એને કોણ દૂર છે ને કોણ છે સાથે ,
એ જીવતર જીવે જાણે એને ભારે દબાવ છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

હ્ર્દયભાવના ખાલી ખિસ્સા લઈને ફરે છે,
બોલે તે કંઈ ને રોજ કંઈ અલગ કરે છે.
હાથ ફેલાવે ને કરે દેખાડો જાણે નવાબ છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

એ બોલે ત્યાં ઝેર ઓકે એવું લાગતું,
નીંદ લઈને બેઠો કે એનામાં કાંઈ ના જાગતું.
વાણી એની લાગે જાણે જલદ તેજાબ છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

રોજ રોજ ઉગીને એ આથમી ને જાતો,
લઈ ઉજાગરા જિંદગીના આંખે થતો રાતો.
જીવે જિંદગી જાણે એ રમી રહ્યો જુગાર છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

બધું ભૂલવા એ હવે રહે નશામાં ચકચૂર ,
ધીરે ધીરે થાતો જાતો એ માનવતાથી દૂર.
માનવ ને માનવતા વચ્ચે વધતી જાતી દરાર છે.
માણસ માણસ નથી એ હવે નકાબ છે.

માણસ માણસ નથી એ હવે નકાબ છે,
જે કદી ઉઘડે ના એવી બંધ કિતાબ છે.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ

Gujarati Poem by Jignesh Trivedi : 111357370
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now