જગમાં હવે ક્યાં કોઈ ઉછીનું કોઈનું રાખે છે !
આજે જમા ને કાલે છે ઉધાર નિત સમજાવે છે.
મેં રોકડું બોલી દીધું એવું બોલે છે શાનથી,
હા ભાઈ ! આ રીતે બધા સંબંધો તડફડ કાપે છે.
નિજ ચાલવા માટે કેવા કેવા ખેલે છે દાવ પેચ !
પાસે આવીને ,સાથ આપીને હૃદય પર મારે છે.
છે ગર્વ કે હું જીવું છું આ મદિરાબંધી રાજમાં,
જ્યાં છે નવાઈ એટલી મદિરા લોકો છલકાવે છે.
રાહતને શોધી ના શકે તો જગ આખું માથે લે છે,
શોધે છે રાહત પોતે ને બીજાનો પથ અટકાવે છે.
પળમાં નજારો ક્યારે બદલાતો નથી તે સાચી વાત,
માનવ અલગ માટી જે તક લઇ મૂળિયાંથી કાપે છે.
આ દૂધપીતી કરતા એ આજે નથી એવું નથી !
બદલાયું છે જગ, જે નવી રીતો લઇને આવે છે.
ઇશને હવે માનવના નામે તો સવાલો છે ઘણા,
કે મેં આપી 'તી જિંદગી કેવી ! ને કેવી વાવે છે.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ