Daily Morning Chant This Mantras To Get Good Luck And Success
રોજ સવારે સ્નાન કર્યા પછી તરત કરો આ 1 કામ, ખરાબમાં ખરાબ સમય દૂર થઈ જશે
જો દિવસની શરૂઆત શુભ થાય તો આખો દિવસ શુભ રહે છે. સવારમાં જાગીને તરત હાથની હથેળીઓ જુઓ અને મહાલક્ષ્મી, વિષ્ણુજી અને માં સરસ્વતીનું ધ્યાન કરો. આ પછી તરત અહીં જણાવેલા મંત્રનો રોજ 108 વાર જાપ કરો. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંસ્કાર પોઇન્ટમાં આ મંત્રોનું મહત્ત્વ સમજાવાયેલું છે. આ મંત્ર શ્રીરામ અને શ્રીકૃષ્ણની કૃપા અપાવે છે. તમારો ખરાબ સમય આ ભગવાનની કૃપાથી દૂર થઈ જાય છે, તમારા કામમાં આવતા તમામ અવરોધો પણ દૂર થઈ જશે.
સ્નાન પછી આ મંત્રનો જાપ કરવો:
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે ..
આ મંત્રનો જાપ સ્ત્રી અથવા પુરુષ બધા કરી શકે છે. સ્નાન પછી તરત જ, ઘરમંદિરમાં બેસીને આ મંત્રનો 108 વખત જાપ કરવાનો હોય છે.
ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો:
ગાયત્રી મંત્ર સૌથી પ્રભાવશાળી મંત્રો પૈકીનો એક છે. ગાયત્રી મંત્ર દરરોજ ધીમે ધીમે બોલવો જોઈએ. મંત્રજાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ
ગાયત્રી મંત્ર-
ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।
શ્રીમદ્ભાગવદગીતાનો પાઠ :
જો તમે ઈચ્છો તો, શ્રીમદભગવદગીતા પણ વાંચી શકો છો. દરરોજ સવારે, તમે આ પુસ્તકની કેટલીક પંક્તિઓ વાંચી શકો છો. જો શ્લોકોનો અર્થ સમજી ન શકાય, તો પણ તે વાંચવા માટે શુભ છે.
.ઘરનાં મંદિરમાં રોજ કરો પૂજા:
ઘરમંદિરમાં ભગવાનની મૂર્તિની સામે બેસો અને અહીં આપેલા મંત્રો બોલીને પૂજા કરો. આથી ભગવાન માટેની શ્રદ્ધા વધશે અને તમારો ખરાબ સમય ચોક્કસ દૂર થઈ જશે.