ચાર ચલમ અને કડક ભાંગ પીંધા પસી ગુરૂદેવ અઘોરી બાવોજી એ આલેલુ ગુઢ જ્ઞિનાન
આ પૃથ્વી એક સ્મશાન છે.
અહિં ચોતરફ ભુતો પલિતો પિશાચો ચુડેલો ડાકણો રૂપી વિચારો કોઇ જીવ/ખોળીયાની શોધમા સતત આમતેમ ભટકતા રહે છે. અહિં દરેક જીવને વિચારોનો વળગાડ છે. દરેક ખોળીયાનો વૈચારિક ભુત પલીતે કબ્જો કર્યો છે.
એ બધા વિચારો/ભુતો વચ્ચે જે શાંત અને સ્વસ્થ બેઠો છે....
જેને કોઇ વિચાર વળગી શકતો નથી કે જેને કોઇ વળગાડ નથી....
ઉલ્ટાનો જે દરેક ભુતની ચોટલી પકડી જાણે છે અને ભુતોને રમાડી/નચાવી જાણે છે... જે વિચારોના પ્રવાહમા તણાય/દોરવાઇ/ખેંચાય/ જતો નથી.... જે વિચારોનો દાસ નહિ પણ સ્વામિ છે... વિચારોથી જે નિર્લેપ/અલીપ્ત છે, નિર્વિચાર છે...જે કાળી ભયાનક રાત્રીના અંધકારમા પણ જાગતો રહે છે...
એજ શિવ છે...
વિચારોના વળગાડથી મુક્ત જીવ એજ શિવ છે.
#જીવ_ઔર_શિવ_કા_રહસ્ય