.......#...... યજુર્વેદ.....#......(ભાગ- ૨)
👉 યજુર્વેદનાં આ બે ભાગો અંગે આચાર્ય મહિધરે શુકલ યજુર્વેદ પર ભાષ્ય લખતાં પહેલાં ભૂમિકામાં પ્રાચીન આખ્યાન વર્ણવ્યું છે-
એક વાર વૈશમ્પાયન પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્ય પર ક્રોધે ભરાયા અને યાજ્ઞવલ્ક્યે અધિત કરેલું યજુર્વેદ વમન કરવાં કહ્યું.
વૈશમ્પાયનનાં શાપથી ભયભીત થઇને યાજ્ઞવલ્ક્યે યજુર્વેદનું વમન કર્યું.
વૈશામ્પાયનની આજ્ઞાથી અન્ય શિષ્યો એ યાજ્ઞવલ્ક્યે વમન કરેલ યજુર્વેદનું તિત્તિર(તેતર)પક્ષી બની ભક્ષણ કર્યું.
તે કૃષ્ણ યજુર્વેદ કહેવાયો.
દુઃખી થયેલા યાજ્ઞવલ્ક્યે સૂર્યની ઉપાસના દ્વારા યજુર્વેદ મંત્રોનાં દર્શન કર્યા.
ત્યારબાદ તેને સંહિતાનું સ્વરૂપ આપ્યું તે શુકલ યજુર્વેદ કહેવાયો.
👉 યજુર્વેદની શાખાઓ :-
કૃષ્ણ યજુર્વેદ અને શુકલ યજુર્વેદ બંનેની મળીને ૧૦૧ શાખાઓ હતી.જેમાં ૮૬ શાખા"કૃષ્ણ યજુર્વેદ"ની હતી,અને ૧૫ શાખા"શુકલ યજુર્વેદ"ની હતી.
પરંતુ સમય જતાં બંનેની સંહિતાઓ કોઈ કારણસર ઘટતી ગઈ નાશ થતી ગઈ,એમ અત્યારે કૃષ્ણ યજુર્વેદની ૪ શાખાઓ રહી છે,અને શુકલ યજુર્વેદની માત્ર ૨ શાખાઓ રહી છે.
👉 કૃષ્ણ યજુર્વેદની ચાર સંહિતાઓ-શાખાઓ :
૧)તૈત્તેરીય સંહિતા :
તૈત્તેરીય સંહિતા,કૃષ્ણ યજુર્વેદની મુખ્ય સંહિતા શાખા છે.
યાજ્ઞવલ્કયે વમન કરેલ યજુર્વેદને વૈશમ્પાયન ઋષિનાં શિષ્યો એ તિત્તિર પક્ષી બની ને ભક્ષણ કર્યું
આથી કૃષ્ણ યજુર્વેદની આ મુખ્ય સંહિતા શાખા"તૈત્તેરીય સંહિતા"નામ થી ઓળખાય છે.
તૈત્તેરીય સંહિતામાં ૭ કાંડ છે અને ૧૮૦૦૦ મંત્રો છે.
મુખ્ય વિષય યજ્ઞવિષયક કર્મકાંડ છે.
કૃષ્ણ યજુર્વેદની આ તૈત્તેરીય સંહિતા પરિપૂર્ણ સંહિતા છે.
આ શાખાનું સંપૂર્ણ સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે.
આ શાખાનો પ્રચાર અને વિસ્તાર,આંધ્ર અને દ્રવિડ તેમજ મહારાષ્ટ્રનો અમુક ભાગમાં થયો હતો.
👉 આ ઉપરાંત
૨)મૈત્રાયણી સંહિતા.(૩)કઠ સંહિતા-કાપિષ્ઠલ કઠ સંહિતા.(૪)શ્વેતાશ્વતર સંહિતા એમ ચાર શાખાઓ છે.
આમાંથી શ્વેતાશ્વતરનું માત્ર ઉપનિષદ જ ઉપલબ્ધ છે, બાકી બધી શાખા સંપૂર્ણ છે.
👉શુકલ યજુર્વેદની બે શાખાઓ છે :
૧)માધ્યન્દિન સંહિતા શાખા.
👉 યાજ્ઞવલ્ક્ય ઋષિનાં શિષ્ય"મધ્યન્દિન"ઋષિએ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો,તે શુકલ યજુર્વેદની "માધ્યન્દિન-સંહિતા"શાખા બની.
આ શાખાનો પ્રચાર દક્ષિણપૂર્વ ભારતમાં થયો છે.
આમાં,૪૦ અધ્યાય અને ૧૯૭૫ મંત્રો છે.માધ્યન્દિન સંહિતા શાખાનો ૪૦મો અધ્યાય ઈશાવાસ્યોપનિષદ તરીકે ઓળખાય છે.જે પ્રમુખ ૧૦ ઉપનિષદોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
૨) કાણ્વ-સંહિતા શાખા :-
👉 યાજ્ઞવલ્ક્ય ઋષિનાં શિષ્ય કણ્વ ઋષિ એ શુકલ યજુર્વેદની જે શાખાનો વિસ્તાર કર્યો,તે શુકલ યજુર્વેદની "કાણ્વ-સંહિતા"શાખા બની.
આમાં ૪૦ અધ્યાય અને ૨૦૮૬( માધ્યન્દિન સંહિતા શાખા કરતાં ૧૧૧ વધુ)મંત્રો છે.
આ કાણ્વ શાખાનો પ્રચાર અને વિસ્તાર ઉત્તર ભારત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ છે.
👉 યજુર્વેદનાં વિષયનું વર્ણન :-
👉 યજુર્વેદની બંને મુખ્ય પરંપરામાં માત્ર યજ્ઞ-કર્મકાંડનું વર્ણન નથી,આના ઉપરાંત અનેક સુંદર વિચારોનો સંગ્રહ છે.જેમ કે,ઈશાવાસ્યોપનિષદ, શિવસંકલ્પ મંત્રો, રુદ્રાધ્યાયી (બ્રાહ્મણોને પ્રિય!!),તત્વજ્ઞાનનાં મંત્રો, ભક્તિભાવ પૂર્ણ મંત્રો અને આત્મકલ્યાણ/શ્રેયનાં મંત્રોનું પણ પ્રતિપાદન થયેલું છે.
तेजोऽसि तेजो मयि धेहि
वीर्यमसि वीर्य मयि धेहि
बलमसि बलं मयि धेहि
जोऽस्योजो मयि धेहि
मन्युरसि मन्यु मयि धेहि
सहोऽसि सहो मयि धेहि।।
शुक्ल यजुर्वेद ૧૯.૯
અર્થાત્... :- હે પરમાત્મા!
તમે તેજ છો, મારામાં તેજની સ્થાપના કરો,
તમે વીર્ય છો, મારામાં વીર્યની સ્થાપના કરો,
તમે બળ છો, મારામાં બળની સ્થાપના કરો,
તમે ઓજ છો, મારામાં ઓજની સ્થાપના કરો,
તમે મન્યુ (અનીતિનાં સંહારક) છો, મારામાં અનીતિને સંહાર કરવાની શક્તિની સ્થાપના કરો,
તમે સહ સર્વોત્તમ બળ છો, મારામાં પણ તે સહ સર્વોત્તમ બળની સ્થાપના કરો!! ”
👉 વેદ આપણા પ્રાચિનતમ ગ્રંથો છે
અને આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે
જેને વેદ નથી વાંચ્યા એને કશું જ નથી વાંચ્યું
વૈદિક મંત્રોનો તો રોજેરોજ પાઠ કરવો જોઈએ !!!!
ઇતિ યજુર્વેદ અધ્યાય સંપૂર્ણ:
જય ભોળાનાથ
હર હર મહાદેવ.... હર