શું લખું ?
શરૂઆત ક્યાંથી કરું એ ખબર નઈ પણ શું લખું એની શરૂઆત તો કરવી જ પડશે ને તો વાત અહીં થી શરૂ કરીશ કે...
કુદરતએ સુંદર દુનિયા બનાવી છે અને આપણને સારી એવી સોગાદો આપી છે સુંદર રળીયામણું જંગલ,પશુ-પક્ષી,સારાં વૃષો, વનસ્પતિ,સુંદર ફૂલોની સુગંધીત સુવાસ, ઔષધિઓ, સુંદર રળીયામણી નદીઓ, હવાપાણી, ધરતી-આકાશ, સુરજ-ચંદ્ર તારાથી ઘેરાયેલું ભ્રહ્માંડ તથા માનવ પ્રજાતીઓ સાથે જીવન જીવવાની લાગણીશીલ ભાવનાઓ અને એજ જીવન જીવવા માટે કુદરત આપેલ આનાજ ભંડાર જે આપણે ખરી પરિશ્રમ અને મહેનત કરી ઉપજાવાની છે.
કુદરતએ પોતાની કુદરતી બક્ષિસ આપી છે તો આપણે તેમનું સાંરુ આદર સન્માન આપવું જોઈએ અને જીવનને પ્રેમ લાગણીથી જીવવું જોઈએ એજ હું માનું છું.
હવે એજ કવ છું કે હુંમેશા ખુશ રહો અને બધા જોડે ખુશીઓની મહેક ફેલાવતા રહો અને હસતાં- રમતાં રહો !
પોતાનું સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો !
🙏🌺! જય માતાજી જી !🌺🙏
જયેશ એન નાયકા