પ્રેમ વધે કે ઘટે ખરો??
Valantine's day આવે છે, તો થોડું પ્રેમ વિશે લખવાનું મન થયું...
કબીર ની એક પંક્તિ યાદ આવી...
घड़ी चढ़े घड़ी उतरे, वह तो प्रेम ना होय
अघट प्रेम ही ह्यदय बसे, प्रेम कहिए सोए।
અર્થાત્.. ઘડીક માં ચડે અને ઘડીક માં ઉતરી જાય તે સાચો પ્રેમ તો ના જ હોય... સાચો પ્રેમ તો બસ અવધ - અઘટ હોય છે... જે બસ નિરંતર પ્રેમી ના હૃદય માં અડીખમ વહ્યા કરે અફાટ સાગર ના પાણી ની જેમ. હા,સાગર માં ભરતી ઓટ આવે તેમ પ્રેમ માં પણ રિસામણા મનામણા આવે જ. પણ તે તો પ્રેમ ની રીત છે. જેમ મીઠા જામફળ માં મરચું નો જરા સ્વાદ આવે તો મજા આવે ખાવાની , તેમ પ્રેમ માં પણ થોડા રિસામણા મનામણા આવતા રહે તો સંબંધ જીવંત લાગે. કારણ કે સ્થિર પાણી પણ ગંધાય ઉઠે છે, તેને પણ થોડા ઉછાળા ની જરૂર હોય છે. તેમ સ્થિર સંબંધ પણ જીવન નીરસ કરી દે છે, તેને પણ થોડી ભેટ, થોડા વખાણ, થોડી કાળજી, થોડી મીઠાશ, થોડા attention રૂપી ઉછાળાની જરૂર હોય છે!!
આશા રાખું છું કે તમને વર્ષ ના ૩૬૫ દિવસ તમારો પ્રેમ મળતો રહે, અને દરેક દિવસ તેને માણતા રહો. કોઈ પણ પ્રેમ એક દિવસ માં વધી નથી જતી કે ઘટી નથી જતો , તમને ફક્ત પ્રેમ ને માણતા આવડવું જોઈએ!!
- કુંજલ