જેના ઘરમાં હોય આ પાંચ વસ્તુઓ, ગરીબી રહેશે દૂર
એક વ્યક્તિ એવું ઈચ્છે છેકે તે જ્યાં પણ રહે ત્યાં સુખ અને શાંતિથી રહે. આરામની જિંદગી વિતાવે. આમછતાં કેટલાંક લોકોના નસીબમાં આ સુખ પ્રાપ્ત નથી થતું. દિવસ રાત તનતોડ મહેનત કરવા છતાં તે શુભ ફળથી વંચિત રહે છે. સફળતા ન મળતાં નિરાશા અને હતાશાનો સામનો કરવો પડે છે. વ્યક્તિ જો કોઈ કામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવા છતાં ભાગ્યનો સાથ ન મેળવતો હોય તો તેની પાછળ ગ્રહ દોષ હોઈ શકે કે પછી વાસ્તુદોષ હોઈ શકે. ગ્રહ દોષ હોય તો તે ચોક્કસ સમય માટે જ હોય છે. તે સમય ચાલ્યો જતાં પાછું શુભ ફળ મળવા લાગે છે. વ્યક્તિનું સર્વ પ્રકારે શુભ થાય છે. જ્યારે વાસ્તુદોષ હોય તો સ્થિતિ સુધરતી જ નથી. માનસિક તાણ, ઉપાધિઓ કેડો જ છોડતી નથી. આર્થિક વ્યવસ્થા પણ ડામાડોળ રહે છે. વ્યક્તિને પારિવારિક, આર્થિક, સામાજિક સર્વ પ્રકારે ઝુઝવું પડે છે. જો તમે પણ આવું અનુભવતા હોય કે તમારી પણ આવી સ્થિતિ સતત રહેતી હોય તો આ પાંચ ચીજોને ઘરમાં સ્થાન આપો. તેનાથી તમારી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે.
ધાતુનો કાચબો
ફેંગશુઈમાં ધાતુનો કાચબો અતિ શુભ માનવામાં આવે છે. જેના ઘરના મુખ્ય રૂમમાં આ ધાતુથી બનેલો કાચબો હોય તેના ઘરમાં સુખ, શાંતિ અને બરકત હમેંશા વધવા લાગે છે.
પિરામિડ
ઘર પર ઘાતુનો બનેલો પિરામિડ રાખવાથી હમેંશા સકારાત્મક ઉર્જા બની રહે છે. જેનાથી દરેક કામમાં સફળતા મળવી શરૂ થઈ જાય છે. નોકરી અને બિઝનેસમાં પણ પ્રગતિ થાય છે.
સફેદ પત્થરઃ
ઘર પર સફેદ પત્થર રાખવાથી વ્યક્તિ ધનવાન થતો જાય છે. કોઈ પણ કાર્યમાં જો મુશ્કેલીઓ કે અવરોધ આવતા હોય તો તે બંધ થઈ જાય છે.
દેડકો
જો ઘરમાં ત્રણ પગ વાળો દેડકો રાખવામાં આવે તો પણ તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ફેંગશુઈમાં આ વિશે વિશેષ ઉલ્લેખ મળે છે. તે સૌભાગ્ય, સંપત્તિ અને સારું સ્વાસ્થ્ય વધારનારો ગણાવાયો છે.
ક્રિસ્ટલ
જો ઘરમાં ક્રિસ્ટલ પિરામીડ રાખવામાં આવે તો પણ તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેના ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે.