આ દુનિયામાં કેટલાક માણસો એવા હોય છે જેમનામાં કોઈનો પ્રેમ પામવાની જગ્યાએ બીજાને એમનો પ્રેમ આપવાની વૃતી વધારે હોય!
માનીલો પ્રેમનો એક સાગર એમની અંદર હિલોળા લઈ રહ્યો હોય અને એ શોધી રહ્યા હોય એક એવી વ્યક્તિને જેની ઉપર એ આખો સાગર ન્યોછાવર કરી એમને ખાલી થઈ જવું હોય..! સામેવાળી વ્યક્તિ એમને પ્રેમના બદલામાં પ્રેમ આપે એવી પણ કોઈ શરત નથી હોતી બસ, એમની લાગણી એ સમજે અને એનો સ્વિકાર કરે એટલી જ ઈચ્છા હોય! સૌથી દુઃખદ વાત શું છે, ખબર છે?
આવી વ્યક્તિઓને એવી, એમની લાગણી સમજી શકે એવી સામેવાળી વ્યક્તિ ક્યારેય મળતી જ નથી. થોડાક સમય માટે મળી પણ જાય તોય આગળ જતાં એ સામેવાળી વ્યક્તિ આટલો બધો અને એય તદ્દન ફ્રી, નિસ્વાર્થ ભાવે મળતો પ્રેમ પચાવી નથી શકતી અને સંબંધનો અંત લાવે કે કેટલાક એવા કામ કરે જેથી પેલી પ્રેમ આપવા અધીરી વ્યક્તિ દુઃખી થાય. એ એના દિલમાં પુરાયેલા પ્રેમના, લાગણીના સાગરને આગળ વહેવડવવાનું બંધ કરી નાખે....
પરિણામ! એ પ્રેમાળ વ્યક્તિ પછી બદલાઈ જાય છે. ધીરે ધીરે એની અંદર રહેલો પ્રેમનો દરિયો સુકાવા લાગે છે લાગણીઓ પ્રત્યે એને જાજુ માન નથી રહેતું. કોઈને એ કશું કહેશે નહીં, મૌન રહેશે, આ પીડા એ સહન પણ નહીં કરી શકે...!
આજની આ દુનિયામાં બહુ ઓછા પણ હજી આવા માણસો બચ્યા છે...હોશિયાર માણસોની નજરે એ થોડા ડોબા કે રઘા જેવામાં ખપી જાય છે...! ભગવાન જાણે શું થશે આવા માણસોનું...
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏