ઋષિઓના હાડકામાંથી બન્યો છે આ પર્વત
અમે વાત કરી રહ્યાં છીએ રામાયણ કાળના એક પ્રસિદ્ધ પર્વતની, કે જે ઋષિઓના હાંડકામાંથી બન્યો છે. આ પર્વત વિશે રામાયણમાં અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પર્વતનું નામ ઋષ્યમૂક પર્વત છે. આ પર્વતના આ નામથી સંબંધિત એક રોચક કથાનું વર્ણન મળે છે.
કહવાય છે કે આ ઋષિ મૌન રહીને રાવણનો વિરોધ કરી રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે રામાયણમાં કિષ્કિંધાની પાસે ઋષ્યમૂક પર્વતની વાત કહેવામાં આવી છે. તે આજે પણ આ નામથી જ ઓળખાય છે તે તુંગભદ્રા નદીના કિનારે આવેલો છે.
જ્યારે રાવણ વિશ્વ વિજય પ્રાપ્ત કરવા માટે આ પર્વતની પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેમણે અનેક ઋષિઓને એક સાથે જોયાં. તો તેમણે એના એકઠાં થવાનું કારણ પૂછ્યું. રાક્ષસોએ જણાવ્યું કે મહારાજ તમારા દ્વારા સતાવાયેલા ઋષિ મૂક એટલે કે મૌન થઈને અહિં તમારો વિરોધ કરી રહ્યાં છે.
આ સાંભળીને રાવણને ક્રોધ આવ્યો. તેમણે એક એક કરીને તમામ ઋષિઓને મારી નાંખ્યા. કહેવાય છે કે તેમના અસ્થિઓના અવશેષોથી અહિં પહાડ બની ગયો. ત્યારથી આ પર્વત ઋષ્યમૂક પર્વતના નામથી ઓળખાય છે.
પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થાને ઋષિ માતંગનો આશ્રમ હતો.
ઋષ્યમુક પર્વત અંજનેયા હિલ પાસે આવેલો છે. પંપા સરોવર તેની પાસે આવેલું છે. આ સ્થળ કર્ણાટકમાં હમ્પી પાસે આવેલા કોપ્પલ જિલ્લામાં આવેલું છે.