#નેઈલપેઈન્ટ #ખુશીઓનારંગો ...🖊by me
આજે નેઈલ પેઈન્ટ કરતા કરતા વિચાર આવ્યો કે ઈશ્વરે બધાને પ્લેઈન વ્હાઈટ કલરના નખ આપ્યા છે, એ સારા જ લાગે પણ એના પર જ્યારે નેઈલ પોલિશ કરીએ ત્યારે કેટલા મસ્ત લાગે. કેટલા બધા કલર અવેલેબલ હોય છે નેઈલપોલિશમાં, પણ જેટલી વેરાયટી એટલું જ કન્ફ્યુઝન. અને એ કન્ફ્યુઝન દૂર કરતા કરતા લેવી હોય એનાથી વધારે જ લેવાઈ જાય 😄. હવે મૂળ વાત પર પાછા આવીએ તો ઈશ્વરે આપણને દરેકને આટલી મસ્ત જિંદગી આપી છે, છતાં આપણને તેમના ઘણી ફરિયાદો હોય છે. ત્યારે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે ઈશ્વરે આપણને આટલી સરસ જિંદગી તો આપી છે એનાથી વિશેષ શું આપે?? એ જિંદગીમાં ખુશીઓના રંગ ભરવાની જવાબદારી આપણી હોય છે. જે ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ. જે રીતે નેઈલ પેઈન્ટમાં અનેક વેરાઇટી આવે એ રીતે આપણી જિંદગીમાં પણ ખુશ રહેવાના અનેક કારણો હોય છે, બસ તેમને શોધીને આપણને મનગમતા ખુશીઓના રંગ ભરવાના હોય છે. તો બસ જિંદગીમાં હંમેશા ખુશીઓના મનગમતા રંગ ભરતા રહો, ખુશ રહો, મસ્ત રહો😊....🖊જાગૃતિ તન્ના "જાનકી"