"સંસ્કાર"
આધુનિક યુગ કહો કે સભ્ય સમાજ કહો સંસ્કાર શબ્દ સમૂહ માટે એક મસ્ત મજાનું આભૂષણ છે."સંસ્કાર" એક શબ્દ એવું આભૂષણ કે જે બીજાને બતાવવા માટે ખૂબ ભભકો કે દેખાડો કરવામાં આવે છે .
પણ આંતરિક રીતે જુઓ તો એ એકદમ વિચિત્ર લાગે છે. માત્ર કોઈને દેખાડવા માટે સારા બનીને જીવવું પણ વ્યક્તિનો અંતર આત્મા શું તેને એ પ્રશ્ન નહીં કરતો હોય કે શા માટે "તું" આવું કરે છે.
હંમેશા સભ્ય સમાજના લોકો આ "સંસ્કાર" શબ્દને પોતાના status પ્રમાણે ખુબ hi-fi બતાવવા માંગે છે. જ્યારે સામાન્ય વર્ગ એક ખૂબ સારી અને સાચી રીતે સંસ્કાર શબ્દોથી પરિચિત છે .
કોઈપણ બાબત લો જો એ સામાન્ય વર્ગ કે ઉચ્ચ વર્ગ માટે અલગ અલગ દૃષ્ટિકોણ ધરાવતા હશે .
-બિંદુ અનુરાગ