Gujarati Quote in Motivational by Jayshree Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મા શારદા*

*વસંત પંચમીની* ઉજવણી એ આજ નમન *મા શારદાને* વારંવાર.
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ભ્રમણ કરતા મંદિરમાં પહોંહતા હતા. ત્યા વિધિપૂર્વક કામદેવની પૂજા કરાઅમાં આવતી હતી અને દેવતાઓપર અન્નની કૂંપળો ચઢતી હતી. 
આપણા દેશમાં છ ઋતુઓ હોય છે જે પોતાના ક્રમમાં આવીને પોતાનો રંગ બતાવે છે પણ વસંત ઋતુનુ પોતાનુ જ વિશેષ મહત્વ છે. તેથી વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. તેમા પ્રકૃતિનુ સૌદર્ય બધી ઋતુઓથી ચઢિયાતુ હોય છે.  વન ઉપવન જુદા જુદા ફુલોથી મહેંકી ઉઠે છે.  ગુલમોહર,. ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફુલોના સૌદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે. 
 
આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓ વિદ્યાનુ મહત્વ બતાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે. 
 

વસંત પંચમી પર આપણા પાક, ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે.  તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. સંધ્યા સમયે વસંતનો મેળો લાગે છે જેમા લોકો પરસ્પર એકબીજાના ગળે ભેટીને પરસ્પર સ્નેહ, મેળાપ અને આનંદનુ પ્રદર્શન કરે છે. ક્યાક ક્યાક વસંતી રંગની પતંગો ઉડાવવાનો કાર્યક્રમ ખૂબ જ રોચક હોય છે.  આ તહેવાર પર લોકો વસંતી કપડા પહેરે છે અને વસંતી રંગનુ ભોજન કરે છે અને મીઠાઈઓ વહેંચે છે. 


ઋતુરાજ વસંતનુ ખૂબ મહત્વ છે. તેની છટા નિહાળીને જડ ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ ખૂબ મોટી છે.યોગ્ય છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફ્રૂતિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે છે વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. 
વસંત હ્રદયના ઉલ્લાસ, ઉમંગ ઉત્સાહ અને મધુર જીવનનુ ઉદાહરણ છે. આથી તે કવિને લેખકોની પ્રિય ઋતુ છે.તે ઋુતુઓનો રાજા છે.કોયલની ચુપકી તોડનારી ઋુતુ ગણાય છે.લોકો ના ભાંગફોડના જીવનમાં ઋુતુ ચક્ર બદલાયને આવે જાય છે પણ વસંત એક અનોખી હવાને મા શારદાની હયાતી તેને વારંવાર નમન કરવા પ્રેરે છે.

જયશ્રી પટેલ
૨૯/૧/૨૦૨૦

Gujarati Motivational by Jayshree Patel : 111333194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now