Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા ઘરનું રસોડું છે ખાસ, વાસ્તુદોષ હશે તો થઈ જશો કંગાળ

કહેવાય છે કે જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુદોષ હોય તો તે અનેક પ્રકારે હેરાન પરેશાન કરી નાંખે છે. ગમે તેટલી મહેનત કરો તોય ઘર ઉંચું આવતું નથી અને હમેંશા આવક કરતાં જાવક વધું રહે છે. તેમાંયે રસોડાનો વાસ્તુદોષ વ્યક્તિને કંગાળ કરી નાંખે છે. જો રસોડું યોગ્ય દિશામાં ન હોય કે રસોડાંમાં ગેસ વગેરેની ગોઠવણી યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં વાસ્તુદોષ લાગે છે જે વ્યક્તિને અનેક પ્રકારે અનેક મુસીબતોમાં મુકી દે છે. જો રસોડાંનો વાસ્તુદોષ સત્વરે દૂર કરવામાં ન આવે તો પરિવારજનોને નુકસાન થાય છે.

રસોડાંમાં સોથી વધું ઉપયોગ તવીનો થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તાવડીએ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે રસોડાંમાં તાવડીનો ઉપયોગ કરતાં હોય તો વિશેષ ખ્યાલ રાખો. ક્યારેય તડ પડેલી કે તૂટેલી તાવડીનો રસોડાંમાં ઉપયોગ કરવો નહિં. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ ઉપરાંત રસોડું ક્યારેય વેર વિખેર કે ગંદું છોડી ન દેવું. રસોઈ કર્યા પછી રસોડાંને તરતજ સાફ કરવું જોઈએ. જો રસોડું ગંદું રહે તો નકારાત્મક શક્તિઓ તેનાથી આકર્ષાય છે. તેથી ઘરની શુભ ઉર્જા પ્રભાવિત થાય છે. જેને પરિણામે ઘરમાં રહેનારાને મળતાં શુભ ફળમાં ઘટાડો થાય છે.

રસોઈ કર્યા પછી અને જમ્યાં પછી વાસણોને બરોબર સાફ કરવા જોઈએ. જો રસોડાંમાં તાવડી વાપરતા હોય તો તે પણ પાણીથી ધોઈને સાફ કરીને મૂકવી જોઈએ. આ ઉપરાંત જો તાવડીને ક્યારેય ખુલ્લામાં ન રાખી દેવી જોઈએ. તેને સાફ કરીને લોકોનું ધ્યાન ન પડે તે રીતે મુકવી જોઈએ. વળી રસોડાંમાં બહુ જૂની તાવડી પણ ન વાપરવી જોઈએ.

સમયાંતરે તેને બદલીને નવી માટીની તાવડી લાવવી જોઈએ. માટીની તાવડી કોઈ શુભ દિવસે અને વારે લાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતામાં વધારો થાય છે. શુભત્વની પ્રાપ્તિ થાય છે.
રસોડમાં કડાઈને પણ ક્યારેય ઉંઘી ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કડાઈ કે લોઢી પણ બરોબર માંજેલી હોવી જોઈએ. જો નીચેથી કાળીમસ હોય અને લોઢીમાં પણ ચોંટેલું હોય તો તે પણ ઘરમાં બરકત લાવવામાં અવરોધ પેદા કરે છે. તેનાથી બરકત રહેતી નથી.

ક્યારેય ગરમ તવા પર પાણી ન નાંખવું જોઈએ. તેને બાજુમાં મૂકી દેવી જોઈએ પછી ઠંડી થાય પછી જ પાણી નાંખવું જોઈએ. આમ કરવાથી પણ ભાગ્ય અવરોધાય છે. રસોડાંમાં સ્વચ્છતાનો પૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ. જો સ્વચ્છતા ન હોય તો પણ વાસ્તુદોષ અસર કરે છે.
ઘરમાં જો તાવડી કે લોઢી બહાર રહી ગઈ હોય તો પહેલાં બે ત્રણ રોટલી બનાવીને કૂતરાને ખવડાવી દો. આમ કરવાથી નકારાત્મક શક્તિઓને તૃપ્તતા મળે છે. પછી તેમાં બનાવેલી રોટલી તમે આરોગી શકો છો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111332462
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now