આઝાદી
દિવસે દિવસે ઉમ્મર વધતી જાય છે.ઇકોતેરમું બેઠું મને,હવે હું કંઈ નાની સુની થોડી છું.જ્યારે નવી નવી હતી હું ગલીએ ગલીએ રગેરગમાં ગરમ ખૂનની જેમ વહેતી હતી. કેટલાય નેતાની હોડમાં હતી.બાપૂ જેવા બાપૂ પણ મને દાવ પર મૂકી ને શહીદ થઈ ગયા.લોકો પચાવી ગયા મને એક ખુરશી ની લાઈ માં લાઈ જેવા થઈ ચોંટી ગયા.પ્રગતી ના નામે શૂન્યને ,ભાઈચારાના નામે તો દંગા,
તિરંગાની આનસાન રહી ગઈ ગીતોને ગાયનોમાં,જેમતેમ પચ્ચીસની થઈ તો પાછો લોકોમાં મારી યુવાનીનો જોશ ને આકર્ષણ જાગ્યું થોડો સમય તો મને લાગ્યું સુસુપ્ત માનવી જાગૃત થઈ ગયો..પણ ભાઈ ભાઈ ગજબ ભયો
...ઉમાશંકર જોશી લખી ગયા...
તેં શું કર્યું?
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ -
રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાનેય શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે; સ્વાતંત્ર્યના ગઢકાંગરા: કરવત ગળે. ગાફેલ, થા હુંશિયાર! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃતિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
(ઉમાશંકર જોશી)