(લહેર પડી ગઈ, યાર!)
__✍🏻 ચંદ્રકાંત બક્ષી
મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય ...
હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં
મને ભૂખ
અને થાક
અને તરસ
લાગી શકતાં હોય ...
મહારોગ
કે
દેવું ન હોય ...
મારું પોતાનું એક ઘર હોય અને
એની નીચે મારાં સ્વજનો સાથે
હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં ...
ચાય ની ચૂસકી લેતાં લેતાં
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં ...