ગુરૂદેવનુ મહત્વ
ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય
બલિહારિ ગુરુ કી જીસને ગોવિંદ દિયો બતાય
વેદ કાળથી ગુરુ નુ મહત્વ છે અને રહશે આદીકાળમા સંસાર ની માયાથી પર રહી ઈશ્વર સુધી મોક્ષ સુધી પોંહચાડવાનૂ કામ ગુરુ નુ અને ગુરુ ને સમરપ્રિત રહતા વેદ કાલીન શિક્ષા મા ગુરુદેવ કહેવાતા શિષ્યો સાષ્ટાંગ દંડવત કરતા. આશ્રામ માં બધા કામ કરતા . જાણો ગુરુ-શિષ્યના સબંધ
શ્રીકૃષ્ણ- સાંદિપનિ.....
જ્યારે સાંદિપની જોડે શ્રીકૃષ્ણ સુદામા વિગરે ભણેલ . સાંદપનિ ગુરુદેવ પુત્ર અવસાન પામેલ સાંદિપની ગુરૂજીની પત્નિ ગુરૂ દક્ષિણામાં પુત્ર માંગ્યો . શ્રીકૃષ્ણે સ્વર્ગ માથી પરત લાવી ગુરૂમાતાને સુપરત કરેલ . છે કોઈ શિષ્ય ગુરૂ-પુત્રનુ જીવનદાન આપે .
ગુરુ દ્રોણ- એકલવ્ય ....
કૌરવ- પાંડવ ના ગુરૂદેવ દ્રોણ હતા એક વાર એકલવ્ય ધર્નુવિધ્યા શીખવા આવ્યો ગુરુ દ્રોણે ના પાડી . ગુરુદ્રોણે ના પાડી એટલે એકલવ્ય ગુરુદ્રોણ ની મુર્તિ કરી ધનુવિધ્યા શીખ્યો. જગત જાણે છે અર્જુનને જગત માં શ્રેષ્ઠ કરવા એકલવ્ય ને મુર્તિ ગુરુ દ્રોણ ની જોઈ ગુરૂ દક્ષિણા મા હાથ અંગુઠો માગ્યો . એકલવ્યે તરત અંગુઠો આપ્યો ગુરુ દક્ષિણા આપતા આવા હતા આપણા વેદ કાલીન ગુરુનુ મહત્વ .
ચાણક્યએ ચંદ્રગુપ્ત સમ્રાટ બનાવ્યો . આ છે ભારત ના ગુરુદેવનુ મહત્વ . જય વેદ જય સનાતન ધર્મ