રોજ સવારે કરો આ મંત્રનો જાપ, સુખ-શાંતિ અને સૌભાગ્ય હંમેશા દેશે સાથ
ધાર્મિક માન્યતા અનુસાર દરેક દિવસની શરૂઆત મંત્ર સ્મરણથી કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ નિયમાનુસાર અને વિધિવત તેનુ પાલન કરે તો તેને જીવનના તમામ સુખ પ્રાપ્ત થાય છે. કર્મના બંધનમાંથી મુક્ત થવું શક્ય તો નથી એટલે કરેલા કર્મના ફળ તરીકે મળેલી સમસ્યાઓ સહન તો કરવી જ પડે છે પરંતુ તેમ છતાં મંત્રોચ્ચાર વ્યક્તિને શક્તિ આપે છે કે જેનાથી કષ્ટદાયક સમય પણ સરળતાથી પસાર થઈ જાય.
આપણાં ધાર્મિક ગ્રંથોમાં હજારો મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી કેટલાક મંત્ર એટલા પ્રભાવી છે કે તેનું સ્મરણ રોજ રાત્રે કરવાથી વ્યક્તિનો દિવસ તો સારી રીતે પસાર થાય છે જ પરંતુ એ સિવાય આ મંત્ર વ્યક્તિને સુખ, વૈભવ, ધન અને શાંતિ અર્પે છે. તો જાણી લો કયા કયા છે એવા મંત્ર જેનો જાપ સવાર કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
1
સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડિતે
વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમશ્વમેવ
2
કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી
કરમૂલે તૂ ગોવિન્દ: પ્રભાતે કરદર્શનમ્
3
બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાન્તકારી ભાનુ: શશી ભૂમિસૂતો બુધશ્વ
ગુરુશ્વ શુક્ર: શનિરાહુકેતવ: કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ્
4
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી
નમર્દે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિમ્ કુર
5
સૂર્ય મંત્ર
ॐ મિત્રાય નમ: ॐ રવયે નમ: ॐ સૂર્યાય નમ: ॐ ભાનવે નમ: ॐ ખગાય નમ: ॐ પૂષ્ણે નમ: ॐ હિરણ્યગર્ભાય નમ: ॐ મરીચયે નમ: ॐ આદિત્યાય નમ: ॐ સવિત્રે નમ: ॐ અર્કાય નમ: ॐ ભાસ્કરાય નમ: ॐ શ્રી સવિતૃ સૂર્યનારાયણાય નમ: આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદમમ્ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોડસ્તુ તે