સ્પર્શ..
નિશાએ સ્વપ્ન નહી
સ્પર્શ સુવાડે છે!
પરોઢ થાતા જ
તે સ્પર્શ જગાડે છે !
કાંપી ઉઠતા અઘરે
ભીનાશ તે સ્પર્શની જ!
પાંપણે દક્ષ બે બિંદુ ..
પલકારાના સ્પર્શ થકી!
બંધ આંખે સ્વપ્ન નહિ
ખુલી આંખે સ્પર્શ સ્પર્શે..!
પવનની લહેરખી ના સ્પર્શે
તુજ હોવાની સાક્ષી *સ્પર્શે*
જયશ્રી પટેલ
૧૭/૧/૨૦૨૦