એક પતંગ જ્યારે ગમતા આકાશે ઉડી
કાંઈ કેટલા ખ્વાબ ને પોતાની પાંખો માં ભરી
સપ્તરંગી અરમાનો લઇ ને એ પણ સતરંગી થઈ
હું ઉડીશ ,ઊંચા ગગન માં એક ડોર ને બાંધી લઈ
જો હોઈ પવન નો સાથ તો હું નભ ને આંબી જઈશ
લહેરાતી બલખાતી ઊડતી રહી એક ડોર ના સહારે
જ્યારે ઢીલ ને ખેંચ ના તાલ માં ક્યારેક હું વિરમી પણ ગઈ
કોઈ ઉડતા પંખી નો કેકારવ મને બહુ ગમી જાતો
પણ ક્યારેક મારી દોર નો ઘાવ એની ડોકે રહી જાતો
હું પતંગ જીવન તણી જીવન ના રાજ સમજાવું
બહુ હવા માં ઉડવું ક્યારેક ભારી પડતું એટલું જ જણાવું
અહીં ઢીલી દોર થઈ હું પટકાઈ કોઈ ઝાડ પર
તો ક્યારેક મારી હસ્તી નાબૂદ થઈ કોઈ મારા ના જ હાથે
બહુ દુઃખ ભરી દાસ્તાન હતી,કાલ ઊડતી આકાશે
આજ જમીન પર તૂટેલી હાલત માં રોડાતી હતી
કોઈ વળી કપાયેલી જાણી મુજ ને લૂંટવાને દોડ મુકતું
ક્યારેક પાકા દોરામાં એ પણ ઘવાઈ જતુ
કાલ હરખ ભેર ખરીદનાર મુજ ને રસ્તે રોડાતી જોતા હતા
જો એક પતંગ કપાઈ....બસ એટલો નિસાસો નાખતા હતા
આજ મારી કહાની છે
ઊડતી આકાશે મોજ થી તો ક્યારેક....આમ જ હું પટકાઈ છું
હા હું એક પતંગ છું
©ગીતા એમ ખૂંટી